એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં પાટનગર ગાંધીનગર ટોચ પર
ગાંધીનગર :
સૌના આશ્ચર્ય વચ્ચે હરિયાળા પાટનગર તરીકે ઓળખાતા ગાંધીનગરનો સમાવેશ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહે૨માં સૌથી ટોચ પર રહ્યો છે. વાયુ પ્રદૂષણનું સૌથી ખતરનાક છે. સ્તર શહેરમાં નોંધાયુ છે જે પ્રદૂષણ માટે પંકાયેલા દિલ્હી કરતા પણ વધુ છે. એર પોલ્યુશન એક્યુઆઈ દ્વારા તાજેતરમાં એક રીપોર્ટ જાહેર કરાયો છે જેમાં એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરનો સમાવેશ કરાયે છે. ટોપ ટેન પ્રદૂષિત શહેરોમાં ચીનના પાંચ, માંગોલિયાનું એક અને ભારતના ચાર શહેરોનો સમાવેશ થાય છે. આ રીપોર્ટમાં ટોપ ટેન શહેરોમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર સામેલ છે. ત્યારબાદ ગુવાહાટી, પશ્ચિમ મુંબઈ અને દેવાસનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરમાં વૃક્ષોની માત્રા સારા એવા પ્રમાણમાં છે. વળી અહીં આસપાસ કોઈ મોટો ઈન્ડસ્ટ્રીયલ એરિયા નથી. તેમ છતાં અહીંની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. નવ આંકડા મુજબ ગાંધીનગરનો વાયુ ગુણવત્તા સૂચકાંક ૭૨૩ નોંધાયો છે જે ખૂબ ખતરનાક સ્તરે છે. આ રીપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે પ્રદૂષણ માટે ખૂબ પંકાયેલા દિલ્હી-એનસીઆરમાં હવા પહેલા કરતા વધુ ચોખ્ખી જોવા મળી હતી. ૨૦૧૮ બાદ આ વખતે સૌથી સ્વચ્છ હવા જોવા મળી હતી. વાયુ પ્રદૂષણ મામલે ગાંધીનગર ટોચ પર રહેતા સૌને ખૂબ આશ્ચર્ય થયુ છે. વાયુની ગુણવત્તાની ચકાસણી માટે શહેરમાં ઘણા સ્થળોએ ટાવર બનાવાયા છે. જ્યાં સતત એર ક્વોલીટી ઈન્ડેક્સના આંકડા જોવા મળી જાય છે. આ આંકડાઓ ખતરનાક સ્તરે પહોંચતા ગાંધીનગર સૌથી પ્રદૂષિત શહેર બન્યુ છે.