સિવિલમાં ઓપીડી એક વર્ષમાં 25 ટકા વધીને 10 લાખથી વધુ થઈ ગઈ છે
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સર્જરી માટે આવતા દર્દીઓની સંખ્યામાં 25 ટકા અને મોટા ઓપરેશનમાં 20 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે સિવિલ હોસ્પિટલમાં 10 લાખથી વધુ ઓપીડી નોંધાઈ હતી જ્યારે 24 હજારથી વધુ મેજર અને 27 હજારથી વધુ માઈનોર ઓપરેશન થયા હતા.
સિવિલ હોસ્પિટલમાં 2021માં 8.15 લાખ અને 2022માં 10.34 લાખ ઓપીડી નોંધાઈ હતી. ત્રણ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે એક વર્ષમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. 2019માં 10.13 લાખ, કોરોનાને કારણે 2020માં 6.21 લાખ OPD નોંધાયા હતા. 2019માં સિવિલમાં 1.11 લાખ, 2020માં 89578, 2021માં 1.09 લાખ અને 2022માં 98023 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 2021માં 50817 અને 2022માં 57307 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સિવિલમાં 2021ની સરખામણીમાં ડિલિવરીમાં 40 ટકાનો વધારો થયો છે.