સાદરા વિદ્યાપીઠ ખાતે મહિલાઓ માટે આરોગ્ય લક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગૂજરાત વિદ્યાપીઠ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા રાષ્ટ્રીય સેવા યોજના એકમ, જી 20 અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો. ઓ.બેંક સાદરા શાખા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો તેમાં સી.બી.સી ટેસ્ટ કરવામાં આવ્યા. હિમોગ્લોબીન, વ્હાઈટ બ્લડ સેલ, એમ.સી.વી., એમ.સી.એચ., પ્લેટલેટસ વગેરે ટેસ્ટ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના સંયોજક શ્રી ડૉ રાજેન્દ્ર જોષી, સહ સંયોજક ડૉ.કનુભાઈ વસાવા, બેંકના મેનેજર કલ્પેશભાઈ પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વિનાયકભાઈ, અલકાબેન ડોબરીયા, ગ્રામ સેવા આરોગ્ય કેન્દ્ર ના તબીબી અધિકારી ડો.નયનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કુલ 150 જેટલા બહેનોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જી20 ના કો ઓર્ડીનેટર અને રાષ્ટ્રીય સેવા યોજના એકમ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું દ્વારા કરવામાં આવ્યું હતું.