રાજ્યમાં નવી ૨૧ જીઆઇડીસી બનાવવાની મહત્વની જાહેરાત,
વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં નવી ૨૧ જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જાટાણા અને નાની ભલુ, કડજાદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી ય્ૈંડ્ઢઝ્ર બનશે. ય્ૈંડ્ઢઝ્ર બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે
વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં નવી ૨૧ જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જાટાણા અને નાની ભલુ, કડજાદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી ય્ૈંડ્ઢઝ્ર બનશે. જીઆઇડીસી બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે
જયારે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા આપવામાં આવ્યા હતા.જે અનુસાર રાજયમાં છેલ્લા ૫ વર્ષમાં રાજ્યમાં ૬૫૯૧૮ લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના ૪૦૪૮૩ કેસ નોંધાયા છે ખનીજ ચોરીની અન્ય વિગતો આ પ્રમાણે છે
વર્ષ ૨૦૧૮ – ૧૯માં રાજ્યમાં ખનીજ ચોરીના ૭૭૩૪ કેસ નોંધાયા જેમાં રૂ. ૧૦૯૮૮.૪૨ લાખની વસુલાત કરાઈ
વર્ષ ૨૦૧૯ – ૨૦માં રાજ્યમાં ખનીજ ચોરીના ૭૪૪૬ કેસ નોંધાયા જેમાં રૂ. ૧૦૬૩૪.૬૧ લાખની વસુલાત કરાઈ
વર્ષ ૨૦૨૦ – ૨૧માં રાજ્યમાં ખનીજ ચોરીના ૭૧૫૫કેસ નોંધાયા જેમાં રૂ. ૧૦૩૨૨.૮૪ લાખની વસુલાત કરાઈ
વર્ષ ૨૦૨૧ – ૨૨માં રાજ્યમાં ખનીજ ચોરીના ૮૬૭૨ કેસ નોંધાયા જેમાં રૂ. ૧૪૦૬૪.૨૬ લાખની વસુલાત કરાઈ
વર્ષ ૨૦૨૨ – ૨૩માં રાજ્યમાં ખનીજ ચોરીના ૯૪૭૬ કેસ નોંધાયા જેમાં રૂ. ૧૯૯૦૭.૮૬ લાખની વસુલાત કરાઈ