ગૂજરાત વિદ્યાપીઠનાં ભૂતપૂર્વ કુલપતિ નારાયણભાઈ દેસાઈની પૂણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અને જી 20 ના આયોજન દ્વારા સરદાર પટેલ ઉપાસનામંદિરમાં પ્રા.બળદેવ મોરી એ નારાયણભાઈ દેસાઈના જીવન અને કાર્ય સંદર્ભે કેટલીક મહત્વની વાતો કરી,નારાયણભાઈ દેસાઈનું જીવનકાર્ય ત્રણ મહાન વ્યક્તિઓના સંદર્ભે ઘડાયું અને નીખર્યુ એક વિનોબા ભાવે, બે જયપ્રકાશ નારાયણ અને ત્રણ મહાત્મા ગાંધી, આ ત્રણ વૈચારિકરૂષિઓએ નારાયણભાઈને દ્રષ્ટિવંત બનાવ્યા, વિનોબાનું અધ્યાત્મ, જયપ્રકાશનું આદર્શ સામાજિકરણ અને મહાત્મા ગાંધીનું આદર્શ સ્વદેશકારણ અને કર્મણતા જે નારાયણભાઈનાં જીવનમાં પ્રત્યક્ષ બની,તે સિવાય તેમને તેમના ઔપચારિક શિક્ષણ, નઈતાલીમ, અને જે.પીની સંપૂર્ણ ક્રાંતિની અસરો વિશે પણ વાતો કરી, નારાયણભાઈનું ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનું પ્રદાન, ગાંધીવિચારને તાત્વિકપીઠિકાએ અને સંદર્ભિત સરળપીઠિકાએ સમાજ સમક્ષ તેમને ગાંધીકથાના માધ્યમથી જે મુકી આપી તે, ૧૦૮થી પણ વધુ ગાંધીકથા દ્વારા ગાંધીનાં અનેક પાસાઓ બાજુઓને તેમણે સમાજની સામે મુકી તે, કથા જેવા માધ્યમનો નવો સંદર્ભ રચી આપ્યો તે, તેમણે પોતાના પિતાશ્રી અને ગાંધીજીના રહસ્ય સચિવ મહાદેવ દેસાઈનું તાત્વિક,સચોટ,અને સમયોચિત જીવનચરિત્ર “અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ” લખીને નવા સંદર્ભે મહાદેવભાઈ જેવા મહામના વ્યક્તિને મુકી આપ્યા તે ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક ઘટના છે તે, તે સિવાય ગાંધીજી નું ચાર ભાગમાં રચેલું “મારું જીવન એજ મારી વાણી” નામનું જીવનચરિત્ર લખીને તેમણે ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું તે અને ગુજરાતી સાહિત્યમા એ તેમની મહામૂલી ભેટ છે તે, તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓએ જે ગુજરાતી સાહિત્યને દિશાસૂચનરૂપ બની છે તે,તેમજ તેમના અન્ય સાહિત્યિક પાસા અને સંદર્ભિત પુસ્તકોએ સમાજને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તે, તે સિવાય તેમનું આશ્રમી જીવન,ભૂદાનયાત્રા દરમિયાનનું ભારતદર્શન અને જયપ્રકાશ સાથેના સંદર્ભોની વાત પણ તેમને વિગતે અને રસપ્રદ રીતે મૂકી આપી,કાર્યક્રમના અંતે ડૉ.દિવ્યેશ ભટ્ટે આભારવિધી અને કાર્યક્રમની ભૂમિકા જી 20 ના કો ઓર્ડીનેટર અને રાષ્ટ્રીય સેવા યોજના ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતી દેવુએ બાંધી સમગ્ર કાર્યક્રમનું સુચારૂ માર્ગદર્શન સંયોજક પ્રો.ડૉ.રાજેન્દ્ર જોશીએ પુરૂં પાડ્યું આ પ્રસંગે મહાવિદ્યાલયના સર્વે સેવકો અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.