કિરણ પટેલનો ફોન-વિઝીટીંગ કાર્ડ ગાંધીનગર એફએસએલમાં મોકલાશે
કિરણ પટેલના ૧૪ દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના ૧૪ દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામા ં આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે. આ ઉપરાત, પોલીસ કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.