23 માર્ચને ગુરુવારના રોજ ગુજરાત આવશે રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. 23 માર્ચ, ગુરુવારે રાહુલ ગાંધી માનહાનિના કેસમાં કોર્ટમાં હાજર થવા સુરત પહોંચશે. માનહાનિ કેસનો ચુકાદો 23 માર્ચે આવવાની શક્યતા છે. ત્યારે રાહુલ ગાંધીના આગમનને લઈને સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કાર્યકરો સુરત એરપોર્ટથી કોર્ટ સુધી રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગત લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા મોદી સમુદાયની લાગણી દુભાય તેવા નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી બુધવારે ગુજરાત આવશે. કોર્ટ કેસ સંદર્ભે રાહુલ ગાંધી સુરત આવશે. તે જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર થશે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિવાદી ટિપ્પણી કરી હતી. વર્તમાન પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ દાખલ કર્યો હતો
ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં લોકસભા ચૂંટણી પ્રચાર સભામાં મોદી સમુદાય વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેના કારણે સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કર્યો હતો. હાલ સુરતની મુખ્ય કોર્ટમાં ચાલી રહેલા કેસની કાર્યવાહી દરમિયાન પ્રથમ આરોપી રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા હતા અને ગુનાના આરોપોને નકારી કાઢ્યા હતા અને કેસની કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દર્શાવી હતી.