PHC દશેલા અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ
24 માર્ચની વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. ટીબી હરેગા, દેશ જીતેગાની થીમ પર ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે વિવિધ કાર્યક્રમો યોજી ખાસ દિવસની ઉજવણી વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લામાં પણ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “Yes! We can End TB” થીમ પર વિશ્વ ટીબી દિવસ ઉજવણી અંતર્ગત તારીખ ૨૪/૦૩/૨૩ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેલા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેલા ખાતે મેડિકલ ઓફિસર ડો.નેહાબેન પટેલ દ્વારા ટીબી કેસોની આરોગ્ય તપાસ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તથા વિશ્વ ટીબી દિવસ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઓફિસર ડો.નેહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ટીબી અંગેની જનજાગૃતિ પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તારીખ ૨૪ માર્ચના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેલા ખાતે મેડિકલ ઓફિસર ડો.નેહાબેન પટેલ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન તથા પોષક આહાર કીટ આપવામાં આવી હતી. આમ વિવિધ કાર્યક્રમો થકી વિશ્વ ટીબી દિવસની “Yes! We can End TB” થીમ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેલા ખાતે અને ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઓફિસર ડો.નેહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી.