ગાંધીનગર

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ,સાદરામાં શહીદ દિવસ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, સાદરા, રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત સરદાર પટેલ ઉપાસના મંદિરમાં પ્રા.બળદેવ મોરીએ ભારતીય સ્વાધીનતા સંગ્રામના ક્રાંતિકારી લડવૈયાઓ શહીદે આઝમ સરદાર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુની બ્રિટિશ સરકારની અન્યાયી , અત્યાચારી અને શોષણીય કુટિલ નીતિઓની સામે બંડ પોકાર્યો, તેની તેમજ સૉશ્યલિસ્ટ સંગઠનની સ્થાપના,પાર્લામેન્ટમાં બૉમ્બ ધડાકાનો પ્રસંગ, પંજાબી ક્રાંતિવીર લાલા લજપતરાયને બેરહમીથી મારનાર અંગ્રેજ અધિકારી સાંડર્સની ઉપર ફાયરિંગની ઘટના, તેમજ સુખદેવ થાપરની પડદા પાછળની સંચાલકીય ભૂમિકા, તેમની સંગઠનીયશકિત વિશે તેમજ ફાંસીની સજા અને જસ્ટિસ કૃષ્ણ વર્માનાં ચુકાદા વિશે વિગતે વાત કરી હતી સાથે તા.૨૩/૦૩/૧૯૩૧ની સાંજે આ ત્રણે વીરોને લાહોરમાં લાવી તટે સેન્ટ્રલ જેલમાં અપાયેલી ક્રૂર ફાંસી, તેમના પવિત્ર મૃતદેહોને હુસૈનાબાદ જિલ્લામાં સતલજ નદીના કિનારે રાત્રે અપાયેલો અપમાનિત અને અમાનવીય અગ્નિસંસ્કાર,શહીદ ભગતસિંહના જેલવાસ દરમિયાન વંચાયેલા અને લખાયેલા પુસ્તકો,તેમની બૌદ્ધિક સંપદા, આજના સમયે ઈતિહાસના સંદર્ભે આવા હાંસિયામાં રહેલા લોકોની અજાણી ગાથાઓ લોકો સમક્ષ લાવવાની પ્રવૃત્તિઓની મહત્તા, નૂતન ઈતિહાસબોધ અને વિમર્શની જરૂરિયાત વિશે પણ વિગતે વાતો કરી હતી, સાથે તા.૨૩ માર્ચ એટલે શહીદ દિવસ ખરો પણ તે સાથે દેશના અનેક નવયુવાનોની શહાદતને યાદ કરવાનો પણ આ દિવસ છે, અનેક જાણ્યા અજાણ્યા લોકોની બલિદાનીથી મળેલી આઝાદીની સુવાસ અને મહત્તા વિશે, આજની પેઢીની ઉદાસીનતા અને જાગૃતિની જરૂરયાત વિશે પણ પોતાની રસમયશૈલીમાં વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમની ભૂમિકા પ્રોગ્રામ ઑફિસર ડૉ.મોતી દેવુ અને આભારવિધી પ્રોગ્રામ ઑફિસર ડૉ.દિવ્યેશ ભટ્ટે કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સુચારૂ માર્ગદર્શન સંયોજક પ્રો.ડૉ.રાજેન્દ્ર જોશીએ આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમમાં સંકુલના અધ્યાપકો અને ૨૮૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x