ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આજે 24 માર્ચે ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 79 નવા કેસ નોંધાયા છે.
જ્યારે મોરબીમાં 23, વડોદરામાં 23, રાજકોટ શહેરમાં 22,સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણા 9, રાજકોટ 6, ગાંધીનગર કોર્પોરેશમાં 5 કેસ નોંધાયા છે.આમ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
અરવલ્લી, બનાસકાંઠા,બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો છે.
કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો હતો. જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે.જ્યારે 1285 દર્દીઓની હાલત સ્થિર છે.