ગુજરાત

‘લાયસન્સ વિનાના મીટ શોપ શરુ થવા નહી દેવાય’, હાઈકોર્ટમાં સરકારનો જવાબ

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે, સરકાર લાયસન્સ વિના મીટ શોપ ચાલુ નહીં થવા દે. લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પડ મીટ જ વેચવાની છૂટ રહેશે. સાથે જ હાઇજીનનું પણ ધ્યાન રાખવું પડશે. રાજ્યમાં ૨૧૪૭ લાયસન્સ વાળા મીટ શોપ અને પ્રોસેસિંગ યુનિટ હોવાની સરકારે માહિતી આપી છે.

મીટ શોપના માલિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અમને લાયસન્સ મેળવવા માટે થોડો સમય આપવો જાઈએ. ત્યાં સુધી વચગાળામાં પણ ધંધો ચાલુ રાખવા દેવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે પોલ્ટ્રી ફાર્મ સંચાલકો અને વેચાણકર્તાઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મરઘીને પક્ષીના બદલે જાનવરની વ્યાખ્યામાં મુકવાથી પ્રશ્ન સર્જાયો છે. મરઘીના માંસની આવરદા ૧૭ દિવસની હોય છે. તેને કાયદા પ્રમાણે ૩ મહિનાની આવરદાવાળું કઈ રીતે બનાવી શકાય ?
મરઘી મુદ્દે સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, કાયદાએ આપેલી વ્યાખ્યા પ્રમાણે જ સરકારે કાર્યવાહી કરી છે. જ્યાં સુધી એને પડકાર આપવામાં ના આવે અને વ્યાખ્યામાં બદલાવ ના થાય ત્યાં સુધી સરકાર કોઈ રાહત આપી શકે નહીં. હાઈકોર્ટે મીટ શોપ અને કતલખાના તેમજ પોલ્ટ્રી શોપ શરૂ કરવાની રજૂઆતોના મુદ્દે સુનાવણી પૂર્ણ જાહેર કરીને ચુકાદો અનામત રાખ્યો છે.
કોર્ટના આ નિર્ણય સામે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટ અરજી કરી છે. અરજદારોએ માગ કરી છે કે મરઘીઓની કતલ, કતલખાનામાં જ થવી જાઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરી રહ્યા છે. તેણે કોર્ટને કહ્યું છે કે આ માગ વ્યવહારુ નથી.
તેમનું કહેવું છે કે કતલખાનાને પ્રાણીઓની કતલ કરવાનો અધિકાર મળ્યો છે. મરઘાઓને પણ તેના દાયરામાં લાવવા જાઈએ. મરઘાંના વેપારીઓ અને ચિકન શોપના માલિકોએ કતલખાનામાં મરઘાં પક્ષીઓનું કટિંગ કરાવવાની દલીલને અવ્યવહારુ ગણાવી છે. તેઓએ કહ્યું છે કે દુકાનો બંધ છે. રોજગારીને અસર થઈ રહી છે. એ લોકો કેવી રીતે આજીવિકા મેળવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x