શ્રી એચ કે કોમર્સ કોલેજ વાર્ષિકોત્સવ અને મુખપત્ર સંવેદન મેગેઝીનના વિમોચન કાર્યક્રમનું આયોજન
શ્રી એચ કે કોમર્સ કોલેજ, અમદાવાદનો ૫૪મો વાર્ષિક ઉત્સવ શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ ખાતે બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયો જેમાં નેશનલ ગેમ્સ, વેસ્ટ ઝોન, ઇન્ટર યુનીવર્સીટી, યુનીવર્સીટી, કોલેજ કક્ષા તેમજ જી-૨૦, ઇનોવેશન ક્લબ, પર્યાવરણ પ્રકલ્પ, સ્વચ્છતા પ્રકલ્પ, રાષ્ટ્રીય સેવા યોજના, એન.સી.સી. વગેરેમાં વિશિષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બેહેનોને ટ્રોફી, ચંદ્રક અને પ્રમાણપત્રોથી પ્રકૃતિ પ્રેમી રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેડર ડૉ. જીતુભાઈ તિરુપતિની મુખ્ય મેહમાન તરીકે ની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા, આ પ્રસંગે ડૉ. જીતુભાઈ તિરુપતિએ વિદ્યાર્થીઓને પોતાની વ્યાવસાયિક કારકિર્દીમાં નિર્ણયો હંમેશા કોઈ પણ વહીવટી અધિકારી બનીને લેવા કરતા માણસ બનીને માનવતાવાદી અભિગમથી કરશો તો ક્યારેય પશ્ચાતાપ કરવનો સમય નહી આવે તે વાત પોતાના જીવનના અનુભવો દ્રષ્ટાંત સાથે બિલકુલ સરળ ભાષામાં સમજાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ ભવિષ્યની પેઢીને એક સુંદર વસુંધરા આપી શકાય તે માટે કાર્ય કરવા માર્ગદર્શન પૂરું પાડેલ સમાજના રીત-રિવાજ, જાતી અને જ્ઞાતિ પ્રથાથી ઉપર ઉઠી દેશના સાચા નાગરિક બનવા પ્રેરિત કર્યા તેમજ તેઓ દ્વારા કોલેજના વાર્ષિક મુખપત્ર ‘સંવેદન’ના અંકનું વિમોચન કરવામાં આવ્યું, વિશેષ ઉપસ્થિત મહાનુભાવોમાં ગુજરાત વિદ્યાસભા અને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના ઉપપ્રમુખ ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ અને મંત્રીશ્રી અંબરીષ શાહ ઉપસ્થિત રહેલ, સમારંભના અધ્યક્ષ દ્વારા શ્રી એચ કે કોમર્સ કોલેજના આચાર્ય, ઉપાચાર્ય, અધ્યાપક ગણ અને વહીવટી કર્મચારિયો દ્વારા વિદ્યાર્થી વિકાસની પ્રવૃત્તિઓને બીરદાવેલ, ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ દ્વારા પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થી વિકાસ અને સમાજ સેવાના ભાગ સ્વરૂપે સંસ્થાની આગામી યોજનાઓ વિષે માહિતી પૂરી પાડેલ અને સુંદર આયોજન માટે આયોજક સમિતિને અભિનંદન પાઠવેલ, કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ પોતાના વક્તવ્યમાં મહેમાનનું શાબ્દિક સ્વાગત કરી કોલેજની વાર્ષિક પ્રવુત્તિ એહવાલ વાંચન કરી ‘संघे शक्ति कलियुगे’ મંત્ર દ્વારા સંચાલક મંડળની છત્રછાયામાં આચાર્ય, અધ્યાપકો, વહીવટી કર્મચારિયો અને વિદ્યાર્થીઓ ધ્વારા સંગઠિત થઇ સંયુક્ત રીતે પ્રયાસ કરવામાં આવે તોહ સંસ્થાની સફળતા નિશ્ચિત બને છે તેવો સંદેશ આપેલ. કાર્યક્રમનું આયોજન માર્ગદર્શક અધ્યાપકો ડૉ. દિનેશ પટેલ અને ડૉ. ધીમંત સોની દ્વારા કરવામાં આવેલ તેમજ ડૉ. ધીમંત સોનીના અનુવાદિત પુસ્તક ‘અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ મૃત્યુ કથાઓ’ નું ડૉ. જીતુભાઈ તિરુપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, કાર્યક્રમનું સંચાલન પ્રો. શૈલેષ રામદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ.