અમિત શાહ ૬ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસેઃ સાળંગપુરમાં દાદાની ૫૪ ફૂટની મૂર્તિનું અનાવરણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વાત જાણે છે કે, અમિત શાહ ૬ એપ્રિલે ગુજરાત આવશે. મહત્વનું છે કે, ભાજપના સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાત આવવાના હોઇ સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે . આ સાથે અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશ. આ સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
અમિત શાહ સાળંગપુરમાં અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે તેઓ ૬ એપ્રિલે ફરી ગુજરાત આવવાના છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે.
સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે ૫ એપ્રિલ અમિત શાહ ૫૪ ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે ૧૦ હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. હનુમાનજી દાદાની ૫૪ ફૂટની આ મૂર્તિ કુલ ૧૩૫૦૦૦ સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો ૩૦ હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે.