સ્વયંમ સૈનિક દળ દ્વારા બાબા સાહેબ આંબડકરના 132માં જન્મ દિવસે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન
સ્વયંમ સૈનિક દળ દ્વારા બાબા સાહેબ આમ્બેડકરના 132 મા જન્મ દિવસે અગાઉથી ઘોષિત કાર્યક્મ મુજબ રાષ્ટ્રીય કાર્યક્રમ ગાંધીનગર ખાતે થવા જઈ રહેલ છે. જેમા ભારતભરના અનેક રજયમાથી તેમજ ગુજરાત ભરમાંથી ભંતેજીઓ(બૌધ સાધુ), પત્રકારો, અને સ્વયંમ સૈનિક દળના સૈનિકો અને પ્રજાજનો *આશરે 5 લાખ લોકો* આવશે..
જેમા સવારે 9.00 વાગે જીલ્લાવાર ડીજે અને ટેબ્લો સાથે વાહનોમા મહા રેલી અડાલજ પુલથી નીકળી સરખેજ હાઈવેથી ઘ-0 થી ઘ-3, ત્યાથી ચ-3 જવાના રસ્તે રામકથા મેદાને બધા ઉતરી જશે અને વાહનો પાર્કીગ મેદાનમા જશે.
રામકથા મેદાનેથી પગપાળા ચ-3 થઈ બાબા સાહેબના સ્ટેચ્યુએ મહા સલામી આપવામા આવશે.
ત્યારબાદ ત્યાંથી સેન્ટ્રલ વીસ્ટાના ફાયર સ્ટેશન તરફથી પહેલા ગેટથી ગાર્ડનના એલ. આઈ. સી. ના સામેના ગેટથી બહાર નીકળી રામકથા મેદાને આવશે. જ્યાં સભામા હજારો લોકો બૌધ ધમ્મનો અંગિકાર કરશે.
સ્વયમ સૈનિક દળ 2006થી સ્થપાયેલ છે. જેમા કોઈ હોદ્દા નથી ફંડફાળો ઉઘરાવતુ નથી, તેમજ બીન રાજકીય છે. જે પોતાના પૈસે બાબા સાહેબ જેવા 120થી વધુ બહુજન સમાજના મહાનાયકોની વિચારધારા સમાજમા ફેલાવવા માંગે છે. સમાજમા વ્યાપેલી બદીઓ જેવી કે, અંધશ્રદ્ધા, વ્યસન, સ્ત્રી ઉન્મુલન વગેરે 22 બરબાદીઓ દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, શિક્ષણ વધે અને વ્યકિત જવાબદાર નાગરિક બને અર્થાત સ્વયંમ શિસ્ત કેળવાય તે માટે સંગઠનનુ નામ સ્વયંમ સૈનિક દળ રાખેલ છે.