પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નહીં, ૧૬ રાજ્યોમાં પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાને પાર
આજે એટલે કે ૬ એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. લગભગ ૧૦ મહિનાથી કિંમતો Âસ્થર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૬.૭૨ રૂપિયા છે, જ્યારે ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેશના ૧૬ રાજ્યોમાં પેટ્રોલ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને પાર છે. કાચા તેલની કિંમતોમાં આજે ઘટાડો જાવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૮૪.૪૩ ડોલર છે.
છેલ્લી વખત મે ૨૦૨૨માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૯.૫ રૂપિયા અને ૭ રૂપિયાનો ઘટાડો થયો હતો. જુલાઈ ૨૦૨૨માં મહારાષ્ટÙ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ૫ અને ૩ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.
દેશના ૧૬ રાજ્યોમાં પેટ્રોલ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને પાર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટÙ, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તે ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈÂન્ડયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે