ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનએ કર્યો વકીલો માટે 5 હજારના વાર્ષિક બજેટ સહિતની માગણીનો ઠરાવ
ગાંધીનગર :
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 જાન્યુઆરીના રોજ દેશભરના વકીલો માટે કરાયેલી માંગણીઓને અનુસંધાને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની એક મિટિંગ સોમવારે મળી હતી. પ્રમુખ સલીમ મોદન તેમજ મહામંત્રી હિતેશ બી. રાવલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં કેન્દ્રિય બેજટમાં વકીલો, પક્ષકારોના કલ્યાણ માટે 5 હજાર કરોડના વાર્ષિક બજેટની ફાળવણી કરી તેમાંથી વીમા કવચ, જુનિયર વકીલોને 10 હજારનું લઘુત્તમ વેતન, બિમારી કે અકસ્માતમાં વિકલાંગતા કે મોત આશ્રિતોને મદદની માંગણીનો ઠરાવ કરાયો હતો. આ સાથે જ તમામ કોર્ટમાં પ્રેક્ટીશ કરતાં વકીલો માટે જરૂરી બેઠક વ્યવસ્થા, ચેમ્બર, લાયબ્રેરી, અલાયદા શૌચાલયની વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ છે. આ અંગેનો ઠરાવ કરીને જીડીબીએ વડાપ્રધાન અને જિલ્લા કલેક્ટરને સંબોધીને કચેરી ખાતે આપી હતી.