ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે ડૉ.ગાયત્રી દત મહેતા એ કસ્તુરબા ગાંધી અને મહાત્મા જ્યોતિ બા ફૂલે વિશે વ્યાખ્યાન યોજાયું.
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત કસ્તુરબા ગાંધી અને મહાત્મા જ્યોતિ બા ફૂલે વિષય પર હિન્દી વિભાગના અધ્યાપક ડૉ.ગાયત્રી દત મહેતા એ કસ્તુરબા નો જન્મ, બાળપણ અને આઝાદી આંદોલન માં યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. મહિલાના ઉત્કર્ષ માટે કરેલા કાર્યો વિશે પણ વાત કરી હતી. મહાત્મા જ્યોતિ બા ફૂલે સમાજ સુધારક, સ્ત્રી જાગૃતિ વિશેના કાર્યો વિશે વિસ્તૃત ઉદાહરણ સહિત રસપ્રદ વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંયોજક શ્રી ડૉ રાજેન્દ્ર જોષી ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ મોતીભાઈ દેવું અને ડૉ દિવ્યેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.