એર ઇન્ડિયાને સેવામાં ખામી બદલ ગાંધીનગરના ગ્રાહક અદાલતની ફટકાર
ગાંધીનગર :
બીજે મેડિકલ કોલેજના પ્રોફેસર સર્જન ડોક્ટરે પોતાની પાળીતી બિલાડીની ટિકિટ લીધા બાદ સેવા ન આપતા તથા ઉદ્ધતાય ભર્યું વર્તન કરતા એર ઇન્ડિયા વિરુદ્ધ કરેલ ફરિયાદમાં તા.18/04/2023ના રોજ ગાંધીનગર ગ્રાહક અદાલતના પ્રેસિડેન્ટ શ્રી ડી. ટી.સોની એ આપેલો ચુકાદો વાંચવા જેવો છે.
સામાન્ય રીતે આવી મોટી કંપનીઓ સામે કોઈ ફરિયાદ કરતું હોતું નથી પરંતુ ગાંધીનગરના ડોક્ટર અપૂર્વ શાહ કે જેવો અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા અને ત્યાંથી અમદાવાદ આવવા માટે દિલ્હીથી અમદાવાદની એર ઇન્ડિયા ની ટિકિટ બુક કરાવેલ તેમની સાથે તેમની દીકરી તથા તેમની એક પાળેલી બિલાડી કે જેની પણ ટિકિટ ડોક્ટરે લીધેલી.
ટિકિટ લેતા સમયે એર ઇન્ડિયાના કર્મચારીએ તેમને કોઈ સૂચના આપેલ નહીં જ્યારે પ્લેન ઉપડવાના થોડા સમય પહેલા ડોક્ટરને કહેવામાં આવ્યું કે તમારી બિલાડી પાંચ કિલો ઉપરની હોય તેનું પાંજરું તમારે ખરીદવું પડશે ડોક્ટરે તાત્કાલિક એરપોર્ટમાં આવેલ પેટ પ્લાય કંપની પાસેથી રૂપિયા ૪૫૦૦ ખરચીને પાંજરું લીધેલું ત્યારબાદ તેને કાર્ગોમાં પહોંચાડવા માટેની તજવીજ કરી પરંતુ બધી પ્રોસિજર થઈ ગયા બાદ એર ઇન્ડિયા ઓથોરિટી એ કાર્ગોમાં ઓક્સિજન નહીં હોવાથી બિલાડીને પાંજરા સાથે લઈ જઈ શકાશે નહીં તેવું કહેલ જેથી ફ્લાઇટ ઉપડવાના થોડા સમય પહેલા ડોક્ટર મુશ્કેલીમાં મુકાઈ ગયેલા ત્યારબાદ ડોક્ટરે બીજી ફ્લાઈટ બુક કરાવવા માટે પોતાની ટિકિટના તેમજ બિલાડી ની ટિકિટના પૈસાની પણ આપવા કહેલું પરંતુ એર ઇન્ડિયા એ ડોક્ટરના તેમજ બિલાડીની ટિકિટના પૈસા પણ પાછા આપેલા નહીં ડોક્ટરને તાત્કાલિક દિલ્હીથી અમદાવાદ સુધી પ્રાઇવેટ કારમાં આવવું પડ્યું આવી ઘોર બેદરકારીના કારણે તેમજ ડોક્ટર તથા તેની દીકરીને દિલ્હીથી અમદાવાદ અલગ અલગ જવું પડ્યું અને ડોક્ટરની ટિકિટના તેમજ બિલાડી ના ટિકિટના પૈસા પણ એર ઇન્ડિયાએ પાછા આપ્યા નહીં જેથી ડોક્ટરને એર ઇન્ડિયા ના આવા વર્તનથી ખૂબ જ માનસિક આઘાત લાગેલ અને અમદાવાદ આવીને એર ઇન્ડિયા ને સબક શીખડાવવા તથા આવું વર્તન બીજા સાથે ન થાય તે હેતુએ ડોક્ટરે ગાંધીનગરની ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા કેસ ચાલી જતા ₹30,188 8% વ્યાજ સાથે તેમજ રૂપિયા 2500 કોસ્ટ ના તેમજ રૂપિયા 10,000 માનસિક ત્રાસના એર ઇન્ડિયા ને ચૂકવવાનો હુકમ ગાંધીનગરની ગ્રાહક અદાલતે દાખલો બેસે તેવો હુકમ કરેલ છે જેથી ગ્રાહકોનો વિશ્વાસ ન્યાય પ્રણાલી ઉપર ખૂબ જ વધ્યો છે.