લોકસભાની ચુંટણી પહેલાં ગાંધીનગરને મળશે મેટ્રો ટ્રેન
ગાંધીનગર :
ગુજરાતમાં અમદાવાદને પ્રથમ મેટ્રો ટ્રેન આપવા માટે છેલ્લા ૧પ વર્ષથી પ્રયાસો શરૂ થયા હતા પરંતુ હવે લાંબા સમય પછી અમદાવાદીઓ મેટ્રો રેલમાં સફર કરી રહયાં છે. આ મેટ્રોનું કામ પૂર્ણ થયું છે. પરંતુ હવે આ મેટ્રોરેલના બીજા તબકકામાં ગાંધીનગરને લાભ આપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ગાંધીનગરના મેટ્રોરેલના બીજા તબકકાને ર૦ર૪માં પુર્ણ કરવાનું આયોજન ચાલી રહયું છે. જેમાં ગીફટ સીટી, અક્ષરધામ અને મહાત્મા મંદીરના રૂટમાં કામોમાં ખુબજ તેજી આવી ગઈ છે. ગાંધીનગગરના રૂટને વર્ષ ૨૦૨૪ માં આવનારી લોકસભાની ચુંટણી પહેલા પુર્ણ કરવાનું આયોજન છે.
ગાંધીનગરનો રૂટ પ્રથમ રર.૪૮ કિલોમીટરનો છે. અમદાવાદ મેટ્રોના ૪૦ કિ.મી.નો પ્રથમ તબકકો શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મેટ્રોમાં પૂર્વ પશ્ચિમ અને ઉતર દક્ષીણને કોરીડોર બનાવવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનના ૪૦ કીલોમીટર ના પ્રથમ તબકામાં ૩ર સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદની આ મેટ્રોરેલને ગાંધીનગર સુધી લંબાવવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. મેગા કંપનીએ દાવો કર્યો છે કે ગાંધીનગરની મેટ્રોરેલનું કામ વર્ષ ૨૦ર૪માં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જાેકે નિર્ધારીત ૬૭૦૦ કરોડનો ખર્ચ વધીને ૭૦૦૦ કરોડને પાર જાય તેવી સંભાવના પણ જાેવાઈ રહી છે. ગાંધીનગરમાં મેટ્રોમાર્ગની કુલ લંબાઈ ૩૪.પ૯ કિલોમીટર હતી પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રોરૂટ ની લંબાઈ ર૮.ર૬ કિ.મી. થઈ છે. તેમાં બે કોરીડોર હશે. પ્રથમ રર.૮૪કિલોમીટરની લંબાઈ મોટેરા ને મહાત્મા મંદીર સાથે જાેડાશે અને બીજી જીએનએલયુ ગુજરાત નેશનલ લો યુનિવસીટી થી પ.૪ર કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગીફટ સીટીને જાેડશે.