CAG રિપોર્ટથી સ્પષ્ટ થયું, રાફેલ પર રક્ષામંત્રી સંસદમાં ખોટું બોલ્યા : રાહુલ ગાંધી
નવી દિલ્હી :
રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કેગ રિપોર્ટ પ્રમાણે નિર્મલા સિતારમણ સંસદમાં ખોટું બોલ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, આ ડીલમાં ગપલું થયું છે અને તે કોઇ પણ રીતે છુપાવી શકાશે નહી. ઓફિસરશાહી, વાયુસેના અને રક્ષામંત્રાલ તે માની રહ્યું છે કે રાફેલ મામલે શતપ્રતિશત ચોરી થઇ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષના નેતા હોવાના નાતે મારું કામ સરકારની કમીઓને ઉજાગર કરવાનું છે અને આ કામ હું કરી રહ્યો છું. નરેન્દ્ર મોદી અંદરથી ગભરાયેલા છે અને જાણે છે કે હવે ક્યાંયને ક્યાંય રાફેલ મામલે તેના અંજામ સુધી પહોંચશે.
નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવા મુલાયમસિંહ યાદવના નિવેદન પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મુલાયમસિંહ યાદવજી રાજકારણની ભુમિકામાં છે અને હું તેમના અભિપ્રાયનો આદર કરૂં છું પરંતુ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેની સાથે અસંમત છું.