દુઃખદ સમયમાં સમગ્ર વિપક્ષ સૈન્ય અને સરકાર સાથે છે : રાહુલ ગાંધી
દિલ્લી:
જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભયાવહ હુમલામાં દેશનાં જવાનો વિરગતી પાડી ગયા છે. આ અતિસંવેદનશીલ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અને પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહે એક પ્રેસ કોન્ફેરન્સ કરી દેશનાં શહિદ જવાનો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, આ એક દુખદ ઘટના છે, આતંકવાદીઓ આ પ્રકારનાં હુમલા કરી આપણા દેશને વહેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમે એક સેકન્ડ માટે પણ વહેચાઇશું નહી. રાહુલે કહ્યુ કે, સમગ્ર વિપક્ષ દેશ અને સરકાર સાથે ઉભો છે.
રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ કહ્યુ કે, અમારા હ્રદયમાં ઊંડુ ઘા થયો છે. હુ સુરક્ષા દળનાં કુટુંબીજનોને કહેવા માગીશ કે અમે તેમની સાથે છીએ અને અમારી પૂરી શક્તિ તમારી સાથે છે. આ બદુ કરૂણ સમય છે. આતંકવાદનો એક માત્ર લક્ષ્ય દેશને વહેચવાનો હોય છે. તેમણે કહ્યુ કે, આ હુમલો હિન્દુસ્તાનની આત્મા પર કરવામાં આવ્યો છે. જેણે પણ આ કૃત્ય કર્યુ છે તેમને તે ન લાગવુ જોઇએ કે તે દેશને નુકસાન પહોચાડી શકશે. તેમને તે ખબર હોવી જોઇએ કે દેશ આ પ્રકારની ઘટનાને ભૂલશે નહી. મીડિયાનાં સવાલોનાં જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે આજે કોઇ રાજનીતિ કરવા નહી પણ આ દુખદ સમયમાં સૈન્ય અને સરકાર સાથે ઉભા રહીશુ. અમે આ સિવાય કોઇ વાર્તાલાભ કરવા માંગતા નથી. તેમણે વધુમાં કહ્યુ કે, હુ આ ઘટનાથી ઘણો દુખી છુ અને આ મુદ્દે કોઇ રાજનીતિ કરવા માંગતો નથી.