માણસા પત્રકાર સંઘ, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને ડૉ. તરૂણ દવેના સંયુક્ત ઉપક્રમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા વિના મૂલ્યે નિદાન-સારવાર કેમ્પનું આયોજન
માણસા :
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રવિવાર તા. ૧૭/૧૨/૨૦૧૯ ના રોજ વિના મૂલ્યે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માણસા પત્રકાર સંઘ, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને ડૉ. તરૂણ દવેના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સદર કેમ્પમાં ડૉ. તરૂણ દવે(હ્રદયરોગ નિષ્ણાંત), ડૉ. જીતેન્દ્ર ચૌધરી (ઓર્થોપિડીક સર્જન), ડૉ. અજય શાહ (છાતીના રોગોના નિષ્ણાત), ડૉ. અમિત પટેલ (જનરલ સર્જન), ડૉ. સુરેશભાઈ ગોસ્વામી (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડૉ. રાકેશ ગોસ્વામી ( હ્રદય-તાવ-છાતીના રોગના નિષ્ણાત), ડૉ. આર. એન. ગાંધી (હ્રદયરોગના નિષ્ણાત), ડૉ. અશોક ખત્રી ( ડાયાબીટીસ નિષ્ણાત), ડૉ. મમતા ગોસ્વામી (દાંતના રોગના નિષ્ણાત), ડૉ. કેયુર પટેલ (મગજના રોગના નિષ્ણાત), ડૉ. કૈરવ શાહ (ન્યુરોલોજી સર્જન) અને ડૉ. નિર્મલસિંહ પરમાર (દાંતના રોગના નિષ્ણાત) સેવાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. તરૂણ દવેના સહાયક તોરલ ગોસ્વામી દ્વારા મા વાત્સલ્ય મુખ્યમંત્રી યોજના અને આયુષ્યમાન પ્રધાનમંત્રી યોજના હેઠળની તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન અજંતા ફાર્મા, અમદાવાદ તરફથી તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત દર્દીઓને અમદાવાદની ખ્યાતનામ જનરલ ડાયાગ્નોસ્ટીક, મુંબઈ તરફથી વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ તદ્દન વાજબી ભાવે કરી આપવામાં આવ્યા હતા.
ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. માણસા મતવિસ્તારના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન નવીનચંદ્ર વ્યાસ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાના હોદ્દેદાર-કાર્યકર મિત્રોની પ્રેરક ઉપસ્થિતિ અભિયાનને વેગવંતો બનાવી રહી હતી.
પત્રકાર સંઘના સર્વે આયોજક મિત્રો જયદેવ ગોસ્વામી, વિશાલ પંચાલ, રાકેશ શુક્લ, હરિશ્ચંદ્રસિંહ રાઓલ, વિષ્ણુ પ્રજાપતિ, જગદીશ ગોસ્વામી, ઈશ્વરભાઈ ચૌધરી અને ભૂપેન્દ્રસિંહ રાઓલ તેમજ જાયન્ટ્સ પીપલ્સ ફેડરેશન, માણસાના પ્રમુખ ડૉ. તુષાર જાની અને મહામંત્રી રાકેશ પ્રજાપતિ “રાહી” કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડેપગે કાર્યરત રહ્યા હતા.