ગુજરાતરાષ્ટ્રીય

સરકારી ટેલિકોમ કંપની BSNLનો રૂ.98નો ડેટા સૂનામી પ્લાન કર્યો અપડેટ. હવે મળશે 2GB ડેટા

સરકારી ટેલિકોમ કંપની BSNL આજકાલ પોતાના પ્રીપેડ પ્લાન્સને લઈને ખુબજ ચર્ચામાં છે. હાલમાં BSNL એ પોતાનો જૂનો પ્લાનને અપડેટ કર્યો છે અને સાથે કેટલાક નવા પ્લાન્સ પણ લૉન્ચ કર્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપની જેવીકે Reliance Jio, Airtel, Vodafone Idea સાથે મળી રહેલી ગળાકાપ હરિફાઈના કારણે BSNLને મોટો ફટકો પડ્યો છે. જો કે BSNL રેસમાં આગળ નીકળી જવા માટે કમર કસી લીધી છે. આકર્ષક પ્લાન્સ દ્વારા પોતાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા તમામ પ્રયાસો હાથ ધરી રહી છે.
નવા પ્લાન્સને લૉન્ચ કર્યા સિવાય BSNL પોતાના હાલના પ્લાન્સ પણ બદલી રહ્યુ છે અને સબસ્ક્રાઈબર્સને વધારે ફાયદો અપાવી રહ્યુ છે. હાલમાં BSNLએ પોતાના 98 રૂપિયા વાળા પ્લાનમાં Data Tsunami પ્લાનમાં ફેરફાર કર્યો છે.

BSNL દ્વારા કરવામાં આવેલ ફેરફારથી 98 રૂપિયા વાળા પ્લાનમાં 2GB હાઈ સ્પીડ ડેટા રોજના મળશે. જે પહેલા રોજના 1.5 GB મળતા હતા. જો કે ડેટા વધારવાની સાથે આ પ્લાનની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે. પહેલા આ પ્લાનમાં 26 દિવસની વેલિડિટી મળતી હતી જે હવે 24 દિવસની કરી દેવામાં આવી છે.
BSNLના આ ડેટા સુનામી પ્લાનમાં સબસ્ક્રાઈબર્સ પહેલા 39GB હાઈ સ્પીડ ડેટા મળતો હતો જે હવે 48GB ડેટા મળશે. આ સાથે ગ્રાહકોને Eros Nowનું સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે, Eros Now એપને ડાઉનલોડ કરવા રજીસ્ટર માટે BSNLના મોબાઈલ નંબરથી લોગઈન કરવાનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *