ગાંધીનગર

બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસમાં બે દિવસીય રમત-ગમત સ્પર્ધા યોજાઇ

ગાંધીનગર :

આજના ટેકનોલોજીના ઝડપી અને ત્વરીત પરીણામલક્ષી યુગમાં અભ્યાસની સાથે સાથે શરીર સ્વાસ્થયની અગત્યતા અગ્રમ સ્થાને હોય છે. શરીર સ્વાસ્થયની અગ્રમતાને ધ્યાનમાં રાખી તા.૧૮,૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની સંલગ્ન સંસ્થાઓ જેવી કે બાપુ ઇંસ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, ડીપ્લોમા, ફર્મસી, સાયન્સ, કોમર્સ, લો તથા નર્સિંગનો બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં વ્યકિતગત રમત જેવી કે, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ પરંપરાગત રમતો જેવી કે, ઇન્ડુ , ભમરડાં, લખોટી, કોથળાં દોડ વગેરે અને ટીમ રમતો જેવી કે, ક્રિક્રેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીકસની રમતો જેવી કે, ૧૦૦ મીટર દોડ, ગોળા ફેંક, ચક્રફેક વગેરે અને ઇન્ડોર ગેમ જેવી કે, ચેસ, કેરમ, વગેરેની રમતોમાં સંસ્થાની દરેક કોલેજના વિધાર્થીર્ઓએ ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઇ રમતોત્સવનું જીવંત વાતાવરણ ઉભું કરયું હતું
બે દિવસીય કાયર્ક્રમમાં સમગ્ર કેમ્પસની સંસ્થાઓમાંથી આશરે ૯૫૦ જેટલા વિધાર્થીર્ઓએ અલગ-અલગ રમતોમાં ભાગ લઇ આંતર કોલેજનું સ્પધાર્ત્મક વાતાવરણ ઉભું કરયું હતું. સમગ્ર કાયર્ક્રમ સમગ્ર કોલેજોના સ્ટાફ મિત્રો, વિધાર્થીર્ઓએ અને કો ઓડિર્નેટરના સહકારથી સફળ થયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x