ગાંધીનગર

પાટનગરમાં રખડતા ઢોર પકડવા માટે 1.68 કરોડનુ ટેન્ડર જાહેર કરાયુ

ગાંધીનગર :

ગાંધીનગરમાં સેકટર – 17માં ફાયર સ્ટેશનની પાછળ આવેલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર ને પકડવા માટેની કામગીરી આપવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામ માટેની અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મંગાવવામાં આવ્યા છે. આ કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ રૂ. 1,68,00,000 છે. ટેન્ડરની ફી 15,000 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 18 જુલાઇ 2023 છે. તો પ્રીબીડ મીટિંગ (ઓફલાઇન)ની તારીખ 21 જુલાઇ 2023ના રોજ બપોરે 12 કલાકની છે. ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 છે. ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 9 ઓગસ્ટ 2023 છે. ઓનલાઇન પ્રાઇઝબીડ ખોલવાની સંભવિત તારીખ 10 ઓગસ્ટ 2023 છે. બીડ વેલીડિટી 90 દિવસની છે. તો કામની સમયમર્યાદા 2 વર્ષની છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x