ગાંધીનગરગુજરાત

કોબા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા કોર્પોરેટરના ભાઈ અને ભત્રીજીને ગુજરાત સરકારે રૂ.8 લાખ સહાય આપી

ગાંધીનગરના કોબા નજીક આવેલા કમલમ પાસે 19 જૂન, 2023ની વહેલી સવારે બાળકોને શાળાએ મુકવા જતા ભાસ્કરભાઈ પારેખ તેમની પુત્રી ઝરણા અને પુત્ર જિયાનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનો ઉપર આવી પડેલા આ અસહ્ય આઘાત પ્રત્યે રાજ્ય સરકાર દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રાહત ફંડમાંથી રૂપિયા ચાર-ચાર લાખના બે ચેક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્યો શ્રી અલ્પેશ ઠાકોર અને શ્રી જે. એસ. પટેલની ઉપસ્થિતિમાં મામલતદારશ્રી હરેશ પટેલે પરિવારજનોને અર્પણ કરાયા હતા. આ પ્રસંગે મૃતક સ્વ. ભાસ્કરભાઇ પારેખના પિતાજીએ જણાવ્યુ હતુ કે, પરિવારજનો ઉપર આવી પડેલા આ અસહ્ય આઘાતના કપરા સમયમાં રાજ્ય સરકારે સંવેદના દાખવી આર્થિક સહાય દ્વારા સાંત્વના પાઠવી તેના માટે અમે આભારી છીએ. સરકારની સંવેદના અને તંત્રની મદદથી આ કપરા સમયને તેઓ પાર કરી શક્યા છે તેમ જણાવી તેમણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x