ભાજપ શાસિત મણિપુરમાં બે મહિલા સાથે ગેંગરેપ-ર્નિવસ્ત્ર કરીને ગામમાં ફેરવાઇ
છેલ્લા બે મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી કથિત રીતે એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. તેમાં પુરુષોનું એક જૂથ બે મહિલાઓના કપડાં ઉતારીને રસ્તા પર તેમની સાથે યૌન શોષણ કરતા જાેવા મળે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પહાડી રાજ્યમાં તંગદિલી પ્રવર્તી રહી છે. આરોપ છે કે બંને મહિલાઓને ખેતરમાં લઈ જઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે. આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, મણિપુરમાં બનેલી ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે. ભારતીય સમાજમાં આ પ્રકારના જઘન્ય કૃત્યને સહન કરી શકાય નહીં. મણિપુરમાં સ્થિતિ ઘણી ચિંતાજનક બની રહી છે. હું વડાપ્રધાનને મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપવાની અપીલ કરું છું. મહેરબાની કરીને આ ઘટનાના વિડિયોમાં દેખાતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો. ભારતમાં આવા ગુનાહિત પ્રકૃતિના લોકોને કોઈ સ્થાન ન હોવું જાેઈએ. આમ આદમી પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમને એક વાયરલ વીડિયો વિશે માહિતી મળી છે જે કથિત રીતે મણિપુરથી કહેવામાં આવી રહી છે. અહીં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી અને યૌન શોષણ કરવામાં આવ્યું હતું. અમને જાણવા મળ્યું છે કે આ વીડિયો કાંગપોકપી જિલ્લાના બી ફાનોમ ગામનો છે જ્યાં આખા ગામને આગ લગાવીને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટી આ ભયાનક ઘટનાની નિંદા કરે છે. પાર્ટી તમામ નાગરિકોને વિનંતી કરે છે કે અસહાય મહિલાઓના અપમાનનો બર્બર વીડિયો શેર કર્યા વિના આ દુષ્ટ કૃત્ય સામે અવાજ ઉઠાવે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા પીડાદાયક છે. અમે ફરીથી વડાપ્રધાનને મણિપુર મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ. આ વીડિયો ગુરુવારે ‘ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમની પ્રસ્તાવિત કૂચના એક દિવસ પહેલા સામે આવ્યો છે. ૈં્ન્હ્લ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઘટના ૪ મેના રોજ ઇમ્ફાલથી લગભગ ૩૫ કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં બની હતી. ૈં્ન્હ્લના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વીડિયોમાં જાેવા મળે છે કે પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે અને મહિલાઓ રડી રહી છે અને તેમની સાથે આજીજી કરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ ઘૃણાસ્પદ કૃત્યની નિંદા કરતા એક નિવેદનમાં પ્રવક્તાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગે ગુનાની સંજ્ઞાન લે અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી. કુકી-જાે આદિવાસીઓ ગુરુવારે ચર્ચંદપુરમાં તેમની સૂચિત વિરોધ કૂચ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં ૩ મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. ત્યારથી અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.