ગુજરાતરાષ્ટ્રીય

કોંગ્રેસ માટે “રાજનીતિ” કરતા “રાષ્ટ્રનીતિ” વધુ મહત્વની, પક્ષહીત કરતાં દેશહીતને પ્રાથમિકતા આપી કોંગ્રેસ કાર્યકારિણી રદ કરી રાહુલજીએ રાજકીય એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે – કોંગ્રેસ

અમદાવાદ :

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે તા. 28 ફેબ્રુઆરીએ આઝાદીના ઇતિહાસમાં ૧૯૬૧ પછી ૫૮ વર્ષ બાદ ગુજરાતના આંગણે યોજાઈ રહેલી કોંગ્રેસ કાર્યકારિણીની તમામ તૈયારીઓ અને વ્યવસ્થા પુર્ણ થઈ ગઈ હતી. હજારો પદાધિકારીઓ અને કાર્યકરોની અથક મહેનત, પક્ષના નાણાં, અને જનતાના ઉત્સાહની પળવાર ફીકર કર્યા સિવાય સરહદે ઉભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવીધીને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એક માત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગીત કર્યો.

પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઉભી રહેલી કોંગ્રેસ રાજકીય હીસાબો સમય આવે ચુંટણીના મેદાનમાં પુરા કરી લેશે પરંતુ આજે જ્યારે પાકીસ્તાનનો હીસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પુરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દીશામાં લેવાયેલા આ પગલા બદલ કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે.

પાકીસ્તાનને બે બે વખત યુધ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કોંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. ઇંદીરાજીને દુર્ગા કહેનાર વાજપેયીજી જેવી ઉત્કૃષ્ટ પરંપરા જેવો વ્યવહાર કરી રાહુલજીએ રાજકીય કટુતા વચ્ચે પણ દેશ હીતમાં સાથે હોવાનું માધુર્ય દાખવી મન જીતી લીધું.

પુલવામાં હુમલા બાદ પોતાની પ્રથમ રાજકીય પ્રેસ કોન્ફરન્સ રદ કરી મૌન રાખનાર પ્રિયંકાજી હોય કે ત્રણ દીવસનો રાજકીય શોક જાહેર કરી પક્ષના કાર્યક્રમો રદ કરનાર રાહુલજી હોય બન્ને સંતાનોમાં ઇંદીરાજી અને રાજીવજીનું બલીદાની રક્ત દોડે છે તે સાબીત કરી દીધું.

જનસંકલ્પ રેલીમાં ઉમડતી ભીડની પણ ચિંતા કરવાની સાથે આ ભીડનો ઉન્માદ ક્યાંક રાજકીય એકતાની મર્યાદા ના ચુકી જાય એની ફીકર પણ આ નિર્ણય નું એક કારણ છે.
નરેન્દ્ર મોદી અમારા ઘોર રાજકીય અને વૈચારિક વિરોધી છે પણ જ્યારે વાત દેશની સુરક્ષા અને અખંડતાની આવે ત્યારે તે અમારા માટે પહેલા દેશના વડાપ્રધાન છે. અમારા પ્રધાનમંત્રીજી ને અમે એકલા અટુલા ક્યારેય નહીં પડવા દઈએ એનો આ વિપક્ષી હુંકાર પણ ગણી શકાય જે તંદુરસ્ત ને પરિપક્વ લોકશાહીની નિશાની છે.

ચુંટણી આવશે ત્યારે ચૂંટણીના મેદાનમાં અને જનતાની અદાલતમાં એક બીજા ને જોઈ લઈશું પરંતુ હાલ ભેગા મળી પાકીસ્તાનને જોઈ લેવાનું છે આ સંદેશ રાજકારણ પ્રત્યે સુગ સેવતા લોકો માટે પ્રોત્સાહક સાબિત થશે. રાજકીય ગરીમા અને પરિપક્વતા એ સાવ દેવાળું નથી ફુંક્યુ એ આ ઘટના થી સાબિત થાય છે..

હા, છતાં એક વાત જનતા ને પણ કહેવી પડશે કે હવે વડાપ્રધાનશ્રી મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી ૧૫૦૦૦ સ્થળોએ રાજકીય વિડિઓ કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં ૪૨ જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું.. ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા પક્ષ હિત તમામ રાષ્ટ્રીય હિતો કરતા ઉપર રહ્યું છે એમાં પણ દેશ જયારે સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે.. ભાજપ માટે પક્ષ હિત મહત્વનું છે કે રાષ્ટ્રહિત તે આવનારો સમય જ બતાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x