ગાંધીનગર

ગાંધીનગરના અંબાપુર ગામે, બાપુનું સપનું સાકાર કરવા નીકળેલા યુવાનો !!

ગાંધીનગર
ગાંધીનગર – અમદાવાદ માર્ગ પર આવેલ અંબાપુર ગામમાં બ્લુ ગ્રીન ઇનિશિએટિવ પ્રોજેક્ટ અંતર્ગત વાવો રિવોલ્યુશન અને નીડ બોક્સ ફાઉન્ડેશન દ્વારા ઘર દીઠ બે કચરા પેટી વિતરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કચરા પેટીઓ જૈન મિત્ર મુંબઈ (શ્રી શૈલેન્દ્ર ધીયા)  દ્વારા આર્થિક સહાય આપવામાં આવી હતી. કડી સર્વ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગામમાં ઘર દીઠ લીલી અને વાદળી એમ બે કચરા ટોપલીનું વિતરણ કર્યું હતું. કચરા ટોપલીને ક્રમ અનુસાર નંબર આપવામાં આવ્યા છે જેની નોંધણી રોજે રોજ સ્વચ્છતાનું કાર્ય કરતા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે જેથી કચરો નિયમિત રીતે ગામમાંથી નિકાલ થતો રહે. આ સાથે સાથે ભીના અને સુકા કચરા વિશેની સમજ તથા એને અલગ અલગ કેમ રાખવો એની માહિતી પણ આપી હતી. આમ સૂકા કચરાને રિસાઇકલ કરવામાં આવશે અને ભીના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈને ગંદકીથી થતા નુકસાન અને એની પર્યાવરણ અને પશુઓ પર થતી અસર, પશુઓનુ જતન તથા ભીના કચરો જેવો કે બગડેલા શાકભાજી, એંઠવાડ એમનો ખોરાક તરીકે ઉપયોગ ન કરવો તે વિશે ગામના લોકોને સમજણ પૂરી પાડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કડી સર્વ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા ગામના સહકર્મચારીઓ, યુવા મિત્રો, ગામના સરપંચ, જૈન મિત્ર, નીડ બોક્સ ફાઉન્ડેશન, રિસાઇકલ ગ્રીન, વાવો રિવોલ્યુશનનાં યુવાનો એ સહકાર આપ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x