રામમંદિર માટે 400 કિલોનું તાળું ને 4 ફૂટની ચાવી તૈયાર કરાયા
અયોધ્યા :
હાથે બનેલા તાળા માટે વિશ્વપ્રસિદ્ધ અલીગઢના એક બુર્ઝગ કારીગરે અયોધ્યા રામમંદીર માટે ૪૦૦ કિલોનું તાળું બનાવ્યુું છે. રામભકત સત્યપ્રકાશ શર્માએ ઘણા મહીનાઓની મહેનતના અંતે દુનિયાના સૌથી મોટા હસ્તનિર્મિત તાળાનું નિર્માણ કર્યું છે. રામમંદિરને ધ્યાનમાં રાખીને સત્યપ્રકાશે આ તાળાની ચાવી ચાર ફૂટ લાંબી બનાવી છે. આ તાળું ૧૦ ફુટ ઉચું અને ૪.પ ફૂટ પહોળું છે. તથા ૯.પ ઈંચ જાડું છે. આ તાળુ બનાવવા માટે લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. કહેવાય છે કે ચાલુ વર્ષના અંતમાં આ તાળું રામમંદિરના અધિકારીઓને સોંપવામાં આવશે. તદઉપરાંત દર વર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શન મેળામાં મુકવામાં આવશે.