ગાધીનગર શહેર વસાહત મહાસંઘ મહાસંઘની કામગીરીની પ્રસંસા કરી મેયર દ્વારા સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરાયું
ગાધીનગર :
ગાધીનગર શહેર વસાહત મહાસંઘ મહાસંઘના હોદેદારોએ ગાધીનગર મહાનગર પાલિકા દ્વારા સેકટર 17 મહાનગરપાલિકા કચેરી ખાતે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે હાજરી આપી ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા સંસ્થાની કામગીરીની પ્રસંસા કરી હતી. ગાધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિહ ગોલ અને કમિશનરશ્રી જે. એન. વાધેલા સાહેબ દ્વારા જાહેર સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કેશરીસિહ બિહોલાની આગેવાની હેઠળ પોપટલાલ પ્રજાપતિ, ધનશ્યામસિહ ગોલ, સી. કે. સોની, વિઠ્ઠલભાઈ પરમાર, જગદીશભાઈ પટેલ, પી. બી. શ્રીમાળી, મહંમદભાઈ ઠેબા, જશવંતસિંહ રાઠોડ, પ્રવિણસિંહ સિસોદીયા, વાસુદેવભાઈ સુથાર વગેરે હોદેદારો હાજર રહી જાહેર સન્માન અને પ્રમાણપત્ર સ્વીકારી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.