ગાંધીનગર

ECDC ટ્રસ્ટ દ્વારા શેરથા ખાતે વડ વાવીને વડવાળા આશ્રમની સ્થાપના કરાઈ

માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી.

        ભગવાન શંકર એમના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેથી એમને ભોલેનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવ જ આદિ અને અનંત છે જે પુરા બ્રહ્માંડ ના કણ કણ માં વિદ્યમાન છે. ભગવાન શિવ આપણા બધાના ઇષ્ટ દેવ છે. તે બધાની સમસ્યા ને સમજે છે.

         એથી જ અમારું માનવું છે કે કોઈપણ શુભ કાર્ય કે સંકલ્પને પૂરો કરવા માટે ભગવાનના ભક્તિ માર્ગે જવું જરૂરી છે આપણા આરાધ્ય ભગવાન ભોલેનાથ ને આગળ રાખીને જે પણ કાર્ય કરીશું તે અવશ્ય પૂર્ણ થશે જેથી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવતા પર્યાવરણ સંરક્ષણ અને સમાજ ઉપયોગી કાર્યોને વધુમાં વધુ વેગવંતુ કરવા માટે અને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ નિર્માણ માટે થઇને ભગવાન ભોલેનાથનાં આશીર્વાદ હેતું વડના રૂપમાં ભગવાન શિવની સ્થાપના કરીને ભગવાન ભોલેનાથ ને પ્રસન્ન કરવા માટે વડ વાળા મહાદેવ આશ્રમ – શેરથા વડનું વૃક્ષ વાવવાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યમાં માનનીય શ્રી હસુખભાઈ પટેલ (IPS) Additional DGP and Managing Director Gujarat Police Housing Corporation ના હસ્તે વડના રુપે ભગવાન ભોલેનાથની સ્થાપના કરીને પવિત્ર શ્રાવણ માસ માં અદભુત અધ્યાત્મિક કાર્યની સાથે પર્યાવરણ જાળવણીનું કાર્ય કરવામાં આવ્યું આ કાર્યમાં ઉપસ્થિત રજનીશભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક શિવ ભક્તોને પોતાના આરાધ્ય ભોલેનાથને પસંદ કરવા માટે પોતાની નજીકમાં એક વડ વાવીને વડવાળા આશ્રમની સ્થાપના કરીને રાષ્ટ્ર નિર્માણ અને સમાજના નિર્માણના ઉત્તમ કાર્ય કરવા ઉત્સુક લોકોને ટ્રસ્ટ સંપૂર્ણ મદદરૂપ બનશે તે માટે આહવાન કરવામાં આવ્યું આ કાર્યમાં દરેક ઉપસ્થિત ભક્તો અને પર્યાવરણ પ્રેમી મિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x