જ્યાં વાયુસેનાએ આંકડો જાહેર નહોતો કર્યો ત્યાં અમિત શાહ આતંકીઓને ફૂંકી માર્યાનો આંકડો આપી ફસાયા.
અમદાવાદ :
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં આયોજિત જનસભામાં મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી 250 આતંકવાદીઓને ઠાર કર્યા. મોદી સરકારે પુલવામા હુમલાના 13માં દિવસે પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી. અમિત શાહે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી.
આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મમતા બેનર્જી પર એર સ્ટ્રાઈકના નામે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. મમતા બેનર્જી અને રાહુલ ગાંધી એર સ્ટ્રાઈકના પુરાવા માદી દેશના જવાનોના શૌર્ય પર શંકા કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ભારતની કુટનીતિના કારણે આજે પાકિસ્તાન દુનિયાના દેશમાં અલગ પડ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાનની હાલત વધારે કથળી છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અમિત શાહને ઘેર્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમિત શાહ એર સ્ટ્રાઈકના નામે રાજનીતિ કરી રહ્યા છે. જ્યારે વાયુસેનાના અધિકારીઓ એર સ્ટ્રાઈકમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓનો આંકડો જાહેર કરવાની મનાઈ કરી ચુક્યા છે.
પરંતુ અમિત શાહ પોતાના નિવેદનમાં એર સ્ટ્રાઈક દરમ્યાન ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓના આંકડા જાહેર કરી રાજનીતિ કરી રહ્યા છે. અમિત શાહે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં એર સ્ટ્રાઈક અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વાયુસેનાએ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી 250 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જે બાદ દેશમાં વિપક્ષે રાજનીતિ શરૂ કરી હોવાનો આરોપ ભાજપે લગાવ્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક અંગે સવાલ કર્યા. સિબ્બલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, દેશ બાલાકોટમાં આતંકવાદીઓના મોતની તસ્વીર જોવા માગે છે. બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક અને આતંકવાદીઓના મોતને ઈન્ટરનેશનલ મીડિયા નકારી રહ્યુ છે. ત્યારે પીએમ મોદીએ ઈન્ટરનેશનલ મીડિયાના અહેવાલ અંગે પણ પ્રતિક્રિયા આપવી જોઈએ. જ્યારે ઈન્ટરનેશન મીડિયામાં પાકિસ્તાન વિરૂદ્ધ સમાચાર આવે ત્યારે પીએમ મોદી વધારે ખુશ થાય છે.
મહત્વપૂર્ણ છે કે, વાયુસેનાએ પુલવામા હુમલા બાદ પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ સરકાર પાસે એર સ્ટ્રાઈકના પુરાવા માગ્યા છે. જેથી દેશમાં રાજનીતિ ગરમાઈ છે.