રાષ્ટ્રીય

મિશન ચંદ્રયાન-3 : આજે સાંજે ભારત રચશે ઇતિહાસ

      ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે. લેન્ડરના ચાંદ પર લેન્ડ થતાં જ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર લેશે અને પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે. આ ફોટોઝને પૃથ્વી પર સેન્ડ કરવામાં આવશે. જો ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું તો આવું કરનાર પહેલો દેશ બનશે. આ ક્ષણ માણવા માટે દેશભરમાં ઉત્સાહ છે અને ઠેરઠેર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમના બે એન્જિન કામ કરશે નહીં તો પણ લેન્ડ કરશે ચંદ્રયાન-3. ISROના અધ્યક્ષ એસ સોમનાથે 9 ઓગસ્ટના રોજ વિક્રમના લેન્ડિંગ વિશે કહ્યું હતું કે ‘જો બધું જ બંધ થઈ જાય છે, જો બધા જ સેન્સર પણ બંધ થઇ જાય છે તો પણ વિક્રમ લેન્ડિંગ કરશે, બસ માત્ર અલ્ગોરિધમ યોગ્ય રીતે કામ કરે. અમે એ પણ સુનિશ્ચિત કરી લીધું છે કે જો આ વખતે વિક્રમના બે એન્જિન કામ કરશે નહીં, ત્યારે પણ તે લેન્ડિંગ કરવામાં સક્ષમ રહેશે.

   ભારત માટે ઐતિહાસિક બનનારી ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિશેષ તૈયારી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્માર્ટીસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 જેટલી વિશાળ LED સ્ક્રીન પર સમગ્ર ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સામાન્ય નાગરિકો પણ સાક્ષી બની શકે તે માટે આયોજન કરવાનું આવી રહ્યું છે . મિશનની સફળતા માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે.

       બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ મ્પ્યુટર્સ પર ચંદ્રયાન-3થી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આખી રાત વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાની કોઈ ચૂક જ ન રહે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ની છેલ્લી 19 મિનિટ મહત્ત્વની રહેશે. લેન્ડિંગની શરૂઆતમાં સ્પીડ 6,048 કિમી પ્રતિ કલાક હશે. ચંદ્રને સ્પર્શ કરતી વખતે તેની ઝડપ 10 કિમી/કલાકથી ઓછી હશે. લેન્ડિંગ માટે સ્થળની પસંદગી ISRO કમાન્ડ સેન્ટરમાંથી કરવામાં આવશે નહીં. લેન્ડર તેના કમ્પ્યુટરમાંથી સ્થળની પસંદગી કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x