ગુજરાત

LRD ભરતી માં બોગસ કોલ લેટર રજૂ કરતા ભરતીનું કોભાંડ , માસા એ યુવકને આપી હતી 4 લાખ ના સેટિંગ ની લાલચ

     રાજકોટ પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી મુજબ, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો ખુલાસો કરાયો હતો. 19 ઓગષ્ટે પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. 19 ઓગષ્ટે પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થવાની જાણ થઈ હતી . નિમણૂંક પત્રની ચકાસણી કરાતા તેના પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલ હોય છે. જેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું હતું.

      ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં જાણવા મળ્યું કે પ્રદિપ મકવાણા નામનો યુવક શારીરિક કસોટીમાં અસફળ થયો હતો . આથી તેના માસ ભાવેશ ચાવડા કે 4 લાખમાં સેટિંગ કરીઆપવાની લાલચ આપી .અને સેટિંગ નું કહીને 4 લાખ દૂપિય પ્રદીપ મકવાણા પાસે પડાવ્યા પણ હતા. સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપ મકવાણા ને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો પાસે ફોન કરાવ્યો અને પોસ્ટ ઓફિસ દ્વારા બોગસ કોલ લેટર પણ મોકલ્યો હતો. હાલમાં પોલીસે ચાર જણાની અટકાયત કરી તેના પર કાર્યવાહી શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x