ગુજરાત

પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

     પૂર્વ ips સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાનીંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે 27 વર્ષ જુના કેસમાં પણ રાહત ન આપી શકાય. ગુજરાત હાઈકોર્ટે ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની અરજી ફગાવી દીધી છે. વર્ષ 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી કરી હતી. આ સાથે તેમની બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગ પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે.

   1996માં પાલનપુરમાંની એક હોટેલમાં સુમેરસિહ રાજ પુરોહિત નામના વકીલને ફસાવવા માટે તેમના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હોવાનો તેમના પર આરોપ છે. આ મામલે 2018માં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન પીઆઇ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ 1996માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યાનો તેમના પર આરોપ હતો. આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી જે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x