રાષ્ટ્રીયવેપાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીતા અંબાણીએ આપ્યું રાજીનામું

          મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી . જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત પણ થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે જે બોર્ડે સ્વીકારી લીધું છે.સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. જોકે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.

           મુકેશ અંબાણીની કહ્યું હતું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની 46 AGMને હોસ્ટ કરી રહ્યા છે. અંબાણીએ ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે પર રિલાયન્સ ‘જિયો એર ફાઇબર ‘ લોન્ચ કરશે. એટલે કે વાયર વગર 5G નેટવર્ક અને ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે.

          મુકેશ અંબાણીએ AGM માં જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા દશ વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ કોર્પોરેટ જૂથ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું રોકાણ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સે 2.6 લાખ નવા લોકોને નોકરી આપી છે. તેમણે જણાવ્યું કે આ સમયમાં રિલાયન્સમાં ઓનરોલ કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ સુધી પહોંચી ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x