ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું અંગદ
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે ખુશીના સમાચાર આવ્યા છે. જસપ્રિત બુમરાહ પિતા બની ગયો છે. બુમરાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુશીના સમાચાર આપ્યા હતા. પત્ની અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેંટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ મુંબઈ આવ્યો હતો. તે ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે. બુમરાહ આ દિવસોમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ તે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાનાર મેચ પહેલા મુંબઈ પરત ફર્યો હતો. હવે બુમરાહે તેના સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે પિતા બની ગયો છે અને તેના ઘરે એક બાળકનો જન્મ થયો છે.એશિયા કપ 2023માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય.
બુમરાહે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં માત્ર તેના નાના પુત્રનો હાથ જ દેખાઈ રહ્યો છે. આ તસવીરને કેપ્શન આપતા તેણે પોતાના દિલની વાત લખી છે. ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સોશ્યલ મીડિયા પર પત્ની સંજના સાથે પુત્ર અને પોતાના હાથની એક ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરતા તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું હતું. બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે. બુમરાહે લખ્યું, અમારું નાનું કુટુંબ મોટું થઈ ગયું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શકીએ તેટલું ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના બાળક અંગદ જસપ્રીત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. “અમે ચંદ્ર પર છીએ અને અમારા જીવનમાં આ નવો અધ્યાય લાવે છે તે બધું માટે રાહ જોઈ શકતા નથી.