ભિલોડાના ધારાસભ્યના ઘરે પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ
આજ એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.જેને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી છે. આ તરફ હવે ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે.
ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરાઈ, જોકે, ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી સી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ અરવલ્લી એસપી સહિત જિલ્લાનો મોટો પોલીસ કાફલો પહોંચ્યો છે. ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે. જોકે, ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.