27% અનામતને લઇ OBC સમાજ દ્વારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના આભાર દર્શનના કાર્યક્રમનું આયોજન
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. ઓબીસી સમાજમાં આ જાહેરાત બાદ ખુશીનો માહોલ છવાયો હતો. આ ઐતિહાસિક નિર્ણય બદલ ઓબીસી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ‘આભાર દર્શન કાર્યક્રમ’નો આભાર દર્શન કાર્યક્રમ આજે ગાંધીનગરમાં યોજવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો ઉમટ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ‘આભાર દર્શન કાર્યક્રમ’ ગાંધીનગરમાં રામકથા મેદાનમાં યોજવામાં આવ્યો છે. જ્યાં લોકો દ્વારા મુખ્યમંત્રી પટેલ અને સી આર પાટિલનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કરવામાં આવનાર છે.