કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રેમપૂર્વક નેતૃત્વ કરવાની તાલીમ અપાઈ
ગાંધીનગર :
જીવન ઘડતરમાં કર્તૃત્વ અને નેતૃત્વના પાઠનો પ્રારંભ શાળા-કોલેજના પ્રાંગણથી થતો હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માહિતીજ્ઞાનની સાથે સાથે ચારિત્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ, કારકિર્દી અને જીવન ઘડતરની પણ યુવા વિધાર્થીઓમાં તાતી જરૂર રહે જ છે અને એટલે જ અભ્યાસની સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો સ્વ-નેતૃત્વથી સર્વનું નેતૃત્વ કરવાની માનસિકતા કેળવે, જીવનમાં આવનાર પડકારો અને નિષ્ફળતાઓનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી હિંમતભેર આગળ વધી શકે, બદલાતા સંજોગોમાં અનુકૂલન કરવાનું શીખે સાથે સાથે હકારાત્મક અને રચનાત્મક વિચાસરણી કેળવી રાષ્ટ્ર નિર્માણ અને માનવ કલ્યાણના કાર્યોમાં પોતાનું યોગદાન આપી શકે તેવા સમર્થ અને સક્ષમ યુવાનો તૈયાર કરવાના ઉમદા હેતુથી તા: ૨૨ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન પાંચ દિવસીય ૭૮મો તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વ વિદ્યાલયની ૧૮ કોલેજના ૭૨ વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.