ગાંધીનગરગુજરાત

GPSC અને MPHWની પરીક્ષા એક જ દિવસે યોજાતા એક પરિક્ષા ની તારીખ બદલવા માંગ કરાઇ

અમદાવાદ :

GPSC માં મામલતદાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( AMC )માં MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એમ બન્નેની પરીક્ષાઓ તારીખ ૧૫/૧૦/૨૦૨૩ રવિવારના રોજ એક સાથે એકજ સમયે લેવાનાર છે. બંને પરીક્ષા એક સાથે અને એકજ સમયે આવતી હોવાથી રોજગાર વાંચ્છુક ગુજરાતના યુવા-યુવતીઓ કોઈપણ એક પરીક્ષા આપી શકાશે અને બીજી પરીક્ષા છોડવી પડે તેમ છે, તેઓએ બન્ને પરીક્ષા માટેની સરકાર દ્વારા ઠરાવેલ ફિ પણ ભરેલ છે આથી કોંગ્રેસ દ્વારા આ બન્નેમાંથી કોઈપણ એક પરીક્ષાની તારીખમાં ફેરફાર થાય તો યુવાનોને અન્યાય થતો નિવારી શકાશે અને ગુજરાતના બેરોજગાર વિદ્યાર્થીઓનું હિત જળવાશે. એવી રજુઆત મુખ્યમંત્રી સહિત GPSC ના ચેરમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનરને રજુઆત કરી છે.

 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x