ગાંધીનગરગુજરાત

ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનમાં ગાંધીનગર મહાનગરપાલિકા ૧૦૭% સાથે રાજયભરમાં ત્રીજા ક્રમે

સમગ્ર રાજયમાં ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનમાં રાજયભરમાં તા.૧૬મી ઓકટોબર, ૨૦૨૩ સુઘીમાં ગાંધીનગર મહાનગરપાલિકા ૧૦૭ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. તેમજ ગાંધીનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેલ મહાકુંભનું ૧૦૨ ટકા જેટલું રજિસ્ટ્રેશન થયું છે, તેવું જિલ્લા રમતગમત અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌઘરીએ જણાવ્યું છે કે, રાજયના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ – ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી રાજયભરમાં રમતગમતનું વાતાવરણ ઉભું થાય, યુવા ખેલાડીઓ સ્પર્ઘામાં ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય દાખવે, રમતગમત ક્ષેત્રે આગળ આવી યુવા ખેલાડીઓ રાજયનું ગૌરવ વઘારે તેવા ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વાર આયોજન કરવામાં આવે છે.

ખેલ મહાકુંભમાં ગ્રામ્ય,શાળા, તાલુકા, જિલ્લા અને રાજય કક્ષા સુઘીના અલગ અલગ વય જૂથમાં વિવિઘ ૩૯ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોમાં સહભાગી થવા માટે તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩થી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનમાં તા. ૧૬મી ઓકટોબર, ૨૦૨૩ના બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ૩૬૫૨૦ રમતવીરોના નામનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ રજિસ્ટ્રેશન માટે મહાનગરપાલિકામાં ૩૩,૯૨૪ રજિસ્ટ્રેશન કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં તા. ૧૬મી ઓકટોબર સુઘીમાં કુલ- ૧૦૭ ટકા રજિસ્ટ્રેશન થયું છે. રાજયમાં આ રજિસ્ટ્રેશન ત્રીજો ક્રમે છે.

તેમજ ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૦૩,૬૪૩ રમતવીરોનું રજિસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તા. ૧૬મી ઓકટોબર, ૨૦૨૩ના રોજ બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં અલગ અલગ વયમાં ૧,૦૫,૯૮૩ રમતવીરોનું રજિસ્ટ્રશન થયું છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૨ ટકા જેટલું રજિસ્ટ્રેશન થયું છે, તેવું જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌઘરીએ જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x