ગુજરાતરાષ્ટ્રીય

માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે અને અરજીકર્તા અશોક પાંડેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની અરજી પડકારવામાં આવી હતી. અરજીમાં વાયનાડમાં તાત્કાલિક પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની PILને ફગાવી દીધી છે અને કોર્ટે અરજી દાખલ કરનાર વકીલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ‘મોદી અટક’ ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમને રાહત આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x