ગુજરાત

લોકસભાની ટિકિટ માટે વિઠ્ઠલ રાદડિયાના BJP સામે બાગી સુર.

પોરબંદર :

ભાજપે પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટીકીટ ફાળવતા જ રાદડિયાના સમર્થકો નારાજ થયા. જેને લઇને વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી હતી. વિઠ્ઠલ રાદડિયાના પરિવારને ટિકિટ આપવા અંગે સમર્થકોએ માગ કરી છે. ચારે બાજુ પોરબંદર લોકસભા બેઠકની ટિકિટ વિઠ્ઠલ રાદડિયા પરિવારને મળે તેવી માગ ઉઠી છે. રાદડિયાને સમર્થન આપતા પોસ્ટર લાગ્યા છે. જેમાં જેતપુર અને ધોરાજી શહેરમાં તેમજ જૂનાગઢના કેશોદમાં રાદડિયા પરિવારને ટિકિટ મળે તેવી માગ સાથેના પોસ્ટર લાગ્યા છે. વધુમાં આ પોસ્ટરમાં રાદડીયા પરિવારમાંથી કોઇને ટિકિટ નહીં મળેતો ભાજપ સામે કામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ટિકિટ નહીં તો ભાજપ નહીંનો ઉલ્લેખ પણ કરાયો છે. લોકસભાની ટિકિટ માટે વિઠ્ઠલ રાદડિયાના BJP સામે બાગી સુર બતાવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x