ઓટો પાર્ટ્સ અને એસેસરીઝના વેપારીઓના ત્યાં SGSTના દરોડા, 6 કરોડની કરચોરી ઝડપાઇ
સ્ટેટ જીએસટીના અધિકારીઓએ રાજ્યભરમાં ઓટો પાર્ટસના 46 વેપારીઓને ત્યાં 72 સ્થળોએ દરોડાની કામગીરી કરીને રૂ.6 કરોડની કરચોરી શોધી કાઢી છે જ્યારે રૂ.1.50 કરોડની ટેક્સ પેટે વસુલાત કરી છે. જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 6 કરોડથી પણ વધુની કરચોરી ઝડપી પાડી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી જીએસટીના દરોડાની કામગીરી ચાલી રહી છે. હજુ કરચોરીનો આંક ઊંચો જઈ શકે છે. વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડની સ્થળ પર જ વસુવાત કરી છે. જે વિક્રેતાઓ દ્વારા ચોપડા પર દર્શાવાયેલા સ્ટોક અને હાજર સ્ટોકમાં ફેરફાર સામે આવ્યો હતો. સ્ટેટ જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 72 સ્થળોએ દરોડાની કામગીરી કરીને 6 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડાની કામગીરી કરતા પહેલા વેપારીઓની મોડસ ઓપરેન્ડી શોધી કાઢીને ટેક્ષ પ્રોફાઇલિંગ કર્યુ હતુ. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદનાં 35, રાજકોટ 13, સુરત અને વડોદરામાં 12-12 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, ઓટો પાર્ટસ અને એસેસરીઝના વેપારીઓના ધંધાના સ્થળે રાખવામાં આવેલા સ્ટોક અને હિસાબી દસ્તાવેજોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. વેપારીઓ દ્રારા હિસાબી ચોપડે ખરીદ વેચાણ દર્શાવ્યા વગર માલનું વેચાણ કરાતું હતુ. માલની કિંમત ઓછી બતાવીને ઓછો વેરા ભરવામાં આવે તેવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. કેટલાક વેપારી કમ્પોઝીશનનો લાભ મેળવતા હોવા છતાં ગ્રાહકો પાસેથી ટેકસ વસુલ કરતા હતા. નવરાત્રિ તેમજ દશેરાનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહનોનું ધૂમ વેચાણ થાય છે.
ત્યારે વાહનોની સાથે સાથે એસેસરીઝનું પણ વેચાણ થતું હોય છે. કેટલાક ઓટો પાર્ટ તેમજ એસેસરીઝનાં વેપારીઓએ યુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની એસેસરીઝ પર 18 ટકા જીએસટી સરકાર દ્વારા નક્કી કરાયો છે. ત્યારે વેપારીઓ દ્વારા ગ્રાહકોને પાકા બિલનાં બદલે કાચુ બિલ આપી જીએસટીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવતી હોય છે. SGSTના અધિકારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 72 સ્થળોએ દરોડાની કામગીરી કરીને 6 કરોડની ટેક્સ ચોરી પકડી પાડવામાં આવી છે. અમદાવાદમાં 35, રાજકોટમાં 13, સુરતમાં 12 અને વડોદરામાં 12 એમ કુલ મળીને 72 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.