આજે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે
વડાપ્રધાન મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. 30 અને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં રહેશે અને વિવિધ આ દરમિયાન તેઓ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. હાલ સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર આજે પીએમ મોદીની હાજરીમાં ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. ગાંધીનગરમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાજભવનમાં યોજાનાર બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ અને અન્ય કામોના સંદર્ભમાં ચર્ચા થઇ શકે છે. સોમનાથ ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી મોદી ટ્રસ્ટી છે. વડાપ્રધાન મોદી ની ઉપસ્થિતમાં ગાંધીનગર રાજભવન ખાતે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે.
ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને પી.કે.લહેરી પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. આ બેઠકમાં સોમનાથ મંદિર વિકાસ અને અન્ય કામો સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે સાંજે 5 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં ટ્રસ્ટના અન્ય સભ્યો અમિત શાહ, પી.કે. લહેરી પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે. સોમનાથ મંદિર સંકુલના વિકાસ કાર્યોનું બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યાનું પીએમ મોદીનું આ ત્રીજુ વર્ષ ચાલી રહ્યુ છે.