ઇશ્વર પ્રત્યે સમર્પિત મન જ માનવતાની સાચી સેવા કરી શકે છે: નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારા
ભક્તિભાવનો મહાકુંભ ૭૬મો આંતરરાષ્ટ્રિય નિરંકારી સંત સમાગમ
હરીયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ૭૬મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના બીજા દિવસે પોતાના વિચારો વ્યક્ત કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે ઇશ્વરના પ્રત્યે સમર્પિત મન જ માનવતાની સાચી સેવા કરી શકે છે અને એક યોગ્ય મનુષ્ય બનીને સમગ્ર વિશ્વના માટે કલ્યાણકારી જીવન જીવી શકે છે. ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રિય નિરંકારી સંત સમાગમમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અને પ્રભુ પ્રેમી સજ્જનો સમ્મિલિત થઇને આ પાવન અવસરનો આનંદ લઇ રહ્યા છે.શ્રદ્ધાળુઓમાં સમાજના વિભિન્ન વર્ગોના લોકોનો સમાવેશ થયો હોવાથી અનેકતામાં એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું હતું.સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે જીવનમાં સેવા અને સમર્પણનો ભાવ અપનાવવાથી જ શાંતિ પ્રાપ્ત થાય છે.સંસારમાં જ્યારે મનુષ્ય કોઇ વ્યવસાય સાથે જોડાયેલો હોય છે ત્યારે ત્યાંનું સમર્પણ કોઇ ભય કે અન્ય કારણથી થાય છે જેના લીધે શાંતિ પ્રાપ્ત થતી નથી.ભક્તના જીવનમાં વાસ્તવિક સમર્પણ તો પ્રેમાભાવથી પોતાને અર્પણ કરીને પરમાત્માના બનીને જ થઇ શકે છે.વાસ્તવિક રૂપમાં આવું સમર્પણ જ ધન્યવાદને યોગ્ય હોય છે.
કોઇ વસ્તુ વિશેષ,માન-સન્માન કે પદ-પ્રતિષ્ઠા અને પૈસામાં જ્યારે અમારી આસક્તિ થઇ જાય છે ત્યારે અમારી અંદર સમર્પણનો ભાવ આવી શકતો નથી.અમે અનાસક્તિની ભાવનાને ધારણ કરીશું ત્યારે જ અમારી અંદર પૂર્ણ સમર્પણનો ભાવ ઉત્પન્ન થશે.એક પ્રભુ પરમાત્માને જાણીને તેમની સાથે સબંધ જોડવાથી જ આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે જેનાથી ફક્ત વસ્તુ વિશેષ જ નહી પરંતુ પોતાના શરીરના પ્રત્યે પણ અનાસક્તભાવ આવી જાય છે. અંતમાં સદગુરૂ માતાજીએ કહ્યું કે અમે જ્યારે આ કાયમ-દાયમ રહેનાર નિરાકાર પ્રભુ પરમાત્માની ઓળખાણ કરીને તેમના પ્રેમાભાવમાં રહીશું,તેમની હરપલ અનુભૂતિ કરીશું ત્યારે જ અમારા જીવનમાં આનંદ,શાંતિ અને આંતરિક શાંતિ નિરંતર બનેલી રહેશે. સત્સંગ સેવા સુમિરણ ભક્તિનો શ્રૃંગાર છે.જ્યારે અમે તેનો આધાર લઇએ છીએ ત્યારે અમારી ભક્તિ પૂર્ણ થાય છે.બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ પછી જ સદગુણો સ્વયં અમારા જીવનમાં આવી જાય છે તેના માટે કોઇ વિશેષ પ્રયાસ કરવો પડતો નથી.જ્ઞાન પછી સેવા-સુમિરણ અને સત્સંગ એક અભ્યાસ છે જેના દ્વારા મનનો સબંધ નિરાકાર પ્રભુ પરમાત્મા સાથે જોડાયેલો રહે છે અને પછી અમે દરેક પરિસ્થિતિમાં એક આદર્શ માનવના રૂપમાં પ્રસ્તુત થઇ શકીશું. સંત સમાગમના બીજા દિવસની શરૂઆત એક આકર્ષક સેવાદલ-રૈલી દ્વારા થઇ હતી.આ રૈલીમાં સમગ્ર ભારતવર્ષ તથા દૂર દેશોથી આવેલા હજારો સેવાદળના સ્વંયસેવક ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. ભારતવર્ષના પુરૂષ સ્વંયસેવકોએ ખાખી તથા બહેનોએ વાદળી વર્ધી પહેરીને તથા વિદેશોથી આવેલ સેવાદલ સદસ્યોએ પોતપોતાની નિર્ધારિત વર્ધીઓમાં સુસજ્જિત થઇને ભાગ લીધો હતો.