ગાંધીનગર

મધુર ડેરી ગાંધીનગર દ્વારા શરદોત્સવને લઈ યોજવામાં આવ્યા ગરબા

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., મધુર ડેરી ગાંધીનગર ધ્વારા તા.ર૮-૧૦-૨૦૨૩ ને શનિવારના રોજ શરદોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતુ, શરદોત્સવની ઉજવણીમા મધુર ડેરીના અધિકારીઓ, કર્મચારી ગણ અને મધુર ડેરી સાથે જોડાયેલ ગાંધીનગર જિલ્લા દૂધ મંડળીના ચેરમેનઓ, સભાસદો, નિયામક શ્ઓ, સંસ્થાના ચેરમેન તથા મેનેજીંગ ડીરેકટર પરીવાર સાથે શરદોત્સવમાં હાજર રહયા હતાં.

શરદોત્સવમાં પધારેલ મહેમાન તરીકે નિતીનભાઈ પટેલ-પૂર્વ પ્રમુખ ભાજપ, મનુભાઈ પટેલ, પૂર્વ ચેરમેન -સ્ટેન્ડીંગ કમિટી, ગાંધીનગર મહાનગરપાલિકા, દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા, પ્રવિણભાઈ પટેલ, પૂર્વ મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા, કાર્તિકભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા, બિપીનભાઈ જોશી, સેલ ચેરમેન ભાજપ, શંકરસિંહ ગોહિલ, વાઈસ ચેરમેન બાર એસોસીએશન ગુજરાત રાજય, પ્રદિપસિંહ વાઘેલા-વિધા લાયબ્રેરી અને ગોજીયા, સીનીચર જનરલ મેનેજર, અમૂલ ફેડરેશન વગેરે મહેમાનો શરદોત્સવમાં હાજરી રહી સર્વેએ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સારા ગરબાનું પરફોરમન્સ કરનાર દરેક ખેલૈયાઓ ને કેટેગરી વાઈઝ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ શરદોત્સવ ખૂબજ સફળતા પૂર્વક ઉજવવામાં આવેલ. હાજર રહેલ દરેક પરીવારજનોએ દૂધ પૌવાનો પ્રસાદ લઈ આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ સમગ્ર કાર્યકમનું સંચાલન જનરલ મેનેજર હંસાબેન પટેલે કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x