કપાસિયા તેલના ડબ્બામાં દિવાળી પહેલાં થયો 100 રૂપિયાનો વધારો
દિવાળી પહેલા રાજ્યમાંથી ઠેર ઠેર ભાવ વધારાના સામાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતા સમચાર પ્રમાણે, રાજકોટમાં આજે કપાસિયા તેલના ભાવનાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બામાં દિવાળી પહેલાં 100 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 1610 રૂપિયા થઈ ગયો છે.
જોકે, હવે સિંગતેલના ભાવમાં વધારો થાય એવી પણ શક્યતા છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બા દીઠ 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.